- સૌરાષ્ટ્ર યુનિવર્સીટી વિસ્તારના સરકારી નોકરી કરતાં ઉમેદવારો કે જેને ઇનસર્વિસ CCC પ્રમાણપત્રની જરૂરીયાત હોય તેવા ઉમેદવારોએ જ આ ફોર્મ ભરવાનું રહેશે. અન્ય ઉમેદવાર ફોર્મ ભરશે તો તેમનું ફોર્મ રદ્દ બાતલ થશે તેમજ ફી પરત મળી શકશે નહી.
- ઉમેદવારે ફોર્મમાં દર્શાવેલ બધી જ માહિતી ઓનલાઇન ભરવાની રહેશે. અધુરી કે ખોટી માહિતી ધરાવતું ફોર્મ રદ્દ બાતલ થશે.
ફોર્મ ભરવા અંગેની સુચના
- કોઇપણ પ્રકારની Spelling ની ભુલ જે તે ઉમેદવારની જ રહેશે ત્યારબાદ કોઇપણ પ્રકારના સુધારા કરવામાં આવશે નહી તેમજ તે જ નામનું પ્રમાણપત્ર મળશે.
- Photo તેમજ Signature, ફોર્મમાં જણાવ્યા મુજબની સાઇઝમાં સ્પષ્ટ દેખાય તે રીતે અપલોડ કરવાનાં રહેશે.
- ફોર્મ Save કર્યા બાદ તમને લાલ અક્ષરમાં User ID અને Password Display થશે જે નોંધી રાખો.
- ફોર્મમાં તે જ પેઇજમાં નીચે Edit તેમજ Confirm & Print Option આવશે. જો કોઇ માહિતી સુધારવાની થતી હોય તો Edit દ્વારા સુધારવી Confirm & Print આપ્યા બાદ કોઇપણ માહિતી સુધરી શકશે નહી.
- Confirm & Print આપવાથી મળેલ પ્રિન્ટેડ ફોર્મમાં તમારા વિભાગનાં વડાના સહિ સિક્કા કરાવવા.
- હવે તમને આપેલ User ID અને Password થી ફરીથી Login થવુ. ત્યારબાદ Upload Document પર ક્લીક કરી સહિ સિક્કા વાળું રજીસ્ટ્રેશન ફોર્મની Scan Copy અપલોડ કરવી.
- ત્યારબાદ Payment Option Select કરી Payment કરવું.
- Payment Receipt Print કરી સાચવી રાખવી.
- પરીક્ષા અંગેની અન્ય માહિતી આ વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. ફોન દ્વારા સંપર્ક કરવો નહી.