Friday 28 February 2014

Bhupendrasinh say something

મિત્રો, મારી શૈક્ષણિક કારકિર્દીની વાતથી શરૂઆત કરું તો મેં અમદાવાદ જિલ્લામાંથી B.A. B.Ed. અંગ્રેજી વિષય સાથે કર્યું અને મારી કારકિર્દીની શરૂઆત ૧૯૭૦ના દાયકામાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની શાળામાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે જોડાઈને એક શિક્ષક તરીકે મેં મારી કારકિર્દી શરૃ કરી.
મેં એલ.એલ.બી.નો અભ્યાસ પણ કર્યો હતો, એટલે વકીલાતની શરૂઆત કરી.આ જ ગાળામાં મેં મારી રાજકીય કારકિર્દી ઉપર પણ ધ્યાન આપવાનું શરૂ કર્યું.
હું હંમેશાં મારા શિક્ષણ અને મારા કાર્ય પ્રત્યે પ્રામાણિક અને વફાદાર રહ્યો છું. અને એટલે જ આ વફાદારી અને પ્રામાણિકતાને કારણે જ હું શિક્ષકમાંથી શિક્ષણમંત્રી સુધીની સફળ સફર કાપી શક્યો. મને શિક્ષણમંત્રી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે ખરેખર તો મારી કેળવણીને આભારી છે. મારી શાળાથી સચિવાલય સુધીની સફરના અનુભવોનો નીચોડ છેક પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી સતત મને મદદ કરતો રહ્યો. આ બધામાંથી પસાર થતા મને સમજાયું કે ખરેખર શિક્ષક સમાજના ઘડતરનું કાર્ય કરે છે.
પ્રાથમિક તથા હાયર એજ્યુકેશન સુધીમાં મને પડતી મુશ્કેલીઓ જોતા હું શિક્ષણની નીતિ અને રીતિને સમજવાનો પ્રયત્ન કરતો. હું એ વખતે ઉત્તમ શિક્ષણને ઉત્તમ રીતે સમજવાનો પ્રયત્નો કરતો. એ બધું આજે મને ખૂબ જ ઉપકારક બની રહ્યું છે. એ વખતે તો મને ખબર પણ નહોતી કે એક દિવસ હું ગુજરાત રાજ્યનો શિક્ષણમંત્રી બનીશ. કદાચ આ બધું બનવા પાછળ કોઈ પરમ સંકેત હશે.
શિક્ષણ દરેક માટે જરૂરી છે. શિક્ષણ વગર તો બાળક બોલતા પણ શીખી શકતું નથી. આપણે પેલા ટારઝનની કે જંગલમાં રહેતા બાળકની વાર્તા તો સાંભળી જ છે ને. તેમાં એક બાળક જંગલના વરુઓ સાથે રહીને તેમના જેવું જ બોલતા-ચાલતા અને વર્તન કરતા શીખે છે. શિક્ષણ એ ખરેખ માણસને માણસ બનાવે છે.
જો કે મને તો લાગે છે કે સર્વાંગીણ વિકાસ માટે માત્ર શિક્ષણ જ જરૂરી નથી, પરંતુ બાળકમાં પડેલી અનેક સુષુપ્ત શક્તિઓ તથા તેમનામાં રહેલ ભરપૂર જિજ્ઞાસાવૃત્તિનો પણ શિક્ષણની સાથે સાથે જ વિકાસ કરવો જોઈએ. દરેક વ્યક્તિ એ ઊર્જાનો ભંડાર છે. શિક્ષણ એ વ્યક્તિમાં રહેલી આ ઊર્જા કે વિશેષ શક્તિને બહાર લાવવાનું કામ કરે છે. કોઈ ગણિતમાં હોંશિયાર હોય તો કોઈ વિજ્ઞાનમાં, કોઈ રમતમાં હોંશિયાર હોય તો કોઈ ચિત્રમાં... દરેકની પોતાની આવડત હોય છે. શિક્ષણ દરેકમાં રહેલી આ પોતીકી આવડતને બહાર લાવવાનું કામ કરે છે. ઉત્તમ શિક્ષક આ આવડતને સહજતાથી બહાર લાવે છે.
મને હંમેશાં આપણા ગુજરાત રાજ્યના શિક્ષણને સર્વોચ્ચ બનાવવાના વિચારો આવે છે. હું હંમેશાં એવું જ વિચારું છું કે હું મારા પ્રયત્નોમાં ક્યાંય ઊણો ન ઊતરું. ગુજરાતી ભાષાના જાણીતા કવિએ સરસ વાત કરી છે- ‘નિશાન ચૂક માફ, નહીં નીચું નિશાન.’ હું શિક્ષણની સફળતાનું ખૂબ ઊંચું નિશાન ધારું છું.
                 મને સતત એ વાતની પણ ફિકર રહે છે કે બાળકો ઉચ્ચ કોટિનું શિક્ષણ તો પ્રાપ્ત કરી રહ્યા છે પણ તેમાં ક્યાંક સંસ્કારોની ઉણપ તો નથી રહેતી ને! હું આ બાબત ને પણ એટલી જ ચિંતાથી લેતો જેથી કરીને મને પોતાના કાર્યક્ષેત્રમાં આ બાબતની પ્રેરણા મળી. આગામી સમયમાં વિદ્યાર્થીઓ ભલે Higher Education પ્રાપ્ત કરે, પણ સાથેસાથે તેમનામાં  સંસ્કારોનું પણ સિંચન, જતન થતું રહે તેવું શિક્ષણ તેમને મળે તેવા પ્રયત્નો શિક્ષકએ કરવા જોઈએ તેવું મારું માનવું છે. અલબત્ત, રાજ્યના શિક્ષણની દિશા નક્કી કરવાનાં કાર્ય સુધી પહોંચવામાં મારું ઘડતર કરનાર મારા ગુરૂજનો, માતા-પિતાનો સંસ્કાર-વારસો તથા રાજકીય ચિંતકો/વિશ્લેષકોનું સતત માર્ગદર્શન અને તેમની પ્રેરણા મને સતત મળતી રહી છે. ઉપરાંત જીવનઉપયોગી પુસ્તકોના વાંચનને લીધે પણ શિક્ષણ પ્રત્યેની મારી વિચારસરણી વધારે વિકસી છે. પુસ્તકોએ મને ઘણાં સ્ત્રોત પૂરાં પાડ્યા છે. આપ સૌ પણ આપના વર્ગના અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને મારા જેમ મંત્રી કક્ષા સુધી પહોચી શકે એવી ક્ષમતા સુધી પહોંચાડવા પ્રયત્ન અને પ્રેરણા આપતા જ હશો. ભારતની ભાવિ પેઢીને સમાજ માટે, રાષ્ટ્ર માટે શિક્ષણને વ્યવહારુ , કૌશલ્યવર્ધક બનાવાનું મારું સ્વપ્ન છે, જેથી યુવાન શિક્ષણના ઉપયોગ દ્વારા પોતે આત્મનિર્ભર બની શકે.
આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. સમાજને responsible, reliable, honest, patriotic અને disciplined નાગરિકની - ડોક્ટર, વકીલ , વેપારી, શિક્ષક, ક્લાર્ક, અધિકારી , મેનેજર , રાજનેતા કે કોઈ પણ વ્યવસાયના રૂપમાં આજે ખૂબ જ જરૂર છે. જે ધ્યાનમાં રાખીને શિક્ષણ ઉપરાંત આપના ઈતરવાંચનને પણ સંસ્કારના રૂપમાં પ્રસ્થાપિત કરવા જોઈએ. અભ્યાસ સિવાય પણ ઉત્તમ અને શિષ્ટ પુસ્તકોનું વાંચન ખૂબ જ જરૂરી છે. હું સતત આપના દ્વારા મળતા પત્ર, E-mail, Facebook, Twitter પર મળતા સંદેશાઓમાં આપની દરેક વાત વાંચું છું. શક્ય હોય તો પ્રત્યુત્તર પણ આપું છું. આપ સૌની સાથે સંવાદ કરવો મને ગમે છે કારણ કે તમે સૌ કોઈ રાષ્ટ્ર ના ઘડવૈયાઓ છો અને સમાજને જે દિશા તરફ લઇ જવો હોય એમાં શિક્ષકની ભૂમિકા નિર્ણાયક છે. મને આશા છે આ શુભ કાર્યમાં મારી સાથે રાજ્યના, સમાજના, રાષ્ટ્રના વિકાસ માટે આપના મનમાં પણ