Thursday, 13 February 2014

one hope one vote

ચાય પે ચોપાલ' દ્વારા આમ આદમી સાથે સંવાદ રચ્યા બાદ હવે ભાજપમાંથી વડાપ્રધાનપદના ઉમેદવાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આમ આદમી સુધી સરકારી વહિવટ પહોંચાડનાર વર્ગ-૪, અને ૩ના કર્મચારીઓ સાથે સીધો સંવાદ રચશે. લોકસભાની ચૂંટણી જીતવા ભાજપ પક્ષ અને ભાજપ રાજ્ય સરકારના સંયોજનથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ વ્યુહ જાહેર કર્યા છે. હવે સરકારી વહિવટને સામાન્ય નાગરિકો સુધી પહોંચાડતા દેશભરના ચપરાશી એટલે વર્ગ-૪ના કર્મચારીઓ અને પટવારી સહિત વર્ગ-૩ના તલાટી, કારકૂન, શિક્ષણ, આરોગ્ય તંત્રના સેંકડો કર્મચારીઓ સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સીધો સંવાદ રચશે.
'ચાય પે ચોપાલ' પછી વર્ગ-૩/૪ના કર્મચારીઓ સાથે સંવાદનું આયોજન
રાજ્યોના કર્મચારી સંગઠનોના હોદ્દેદારો સાથે ૨૬મીએ
છેવડાના માણસ સુધી સરકારી યોજનાઓ, સત્તા અને સેવા પહોંચાડનાર પહેલા કર્મચારીના વિચારો જાણવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી ૨૬મી ફ્રેબુઆરીએ સંવાદ રચી શકે તેમ છે. તેમ જણાવતા મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર સુત્રોએ કહ્યુ હતુ કે, ગુજરાતના ૧૨ કર્મચારી મંડળોના સંઘો અને ૩૦૦થી વધુ મંડળોની રચાયેલી સંકલન સમિતિની માંગણીઓ સંદર્ભે ૨૬મી ફ્રેબુઆરીએ ગાંધીનગરમાં જાહેર કાર્યક્રમ યોજનાર છે. તેમાં દેશના અન્ય તમામ રાજ્યોના વિવિધ સંવર્ગના કર્મચારી સંગઠનોના હોદ્દેદારોને પણ આમંત્રિત કરાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ફિક્સવેતનદારો સહિત ૧૦ લાખ કર્મચારી અને પેન્શનરોની પડતર માંગણી સંદર્ભે મહત્વની જાહેરાત કરી શકે તેમ છે. તેના માટે મંત્રીસ્તરીય
સમિતિને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, લોકસભાની ચૂંટણીની જાહેરાત પુર્વે કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલની સાથે સાથે અન્ય રાજ્યોના કર્મચારીને પણ ગુજરાતના વહિવટનો પ્રભાવ સર્જી નવા પ્રકારની વોટબેંક તૈયાર કરવા ભાજપ સરકારનો હવે પછીના એક્શન પ્લાન ઉપર સૌની મીટ મંડાઈ છે.
ફિક્સ વેતન વધશે, વયમર્યાદા ૫૮ની ૬૦ થશે
ગાંધીનગરઃ કેન્દ્રની કોંગ્રેસની આગેવાની સરકારે મોંધવારી ભથ્થુ, સાતમા પગાર પંચની રચના, પ્રોવિડન્ડ ફંડ પર વ્યાજમાં વધારો જેવા અનેકવિધ સરકારી કર્મચારીઓના પ્રશ્નો ઉકેલ્યા. ચૂંટણી પુર્વે તેના અમલની જાહેરાતો કરી. ગુજરાતમાં પણ વર્ષોથી પાંચ ડઝન માંગણીઓ સાથે અસંખ્ય વખત આંદોલનો, સરકારનો વિરોધ કરનાર કર્મચારી સંકલન સમિતિની અસંખ્ય માંગણીઓનો નિકાલ કરવા સામાન્ય વહિવટ, નાણાં, આયોજન, આરોગ્ય, શિક્ષણ, પંચાયત જેવા વિભાગોના મંત્રી- સચિવોએ દોડધામ શરૃ કરી છે. ૨૬મીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી મોદી ફિક્સવેતનના દરોમાં વધારો કરી શકે તેમ છે. તેમ જણાવતા સત્તાવાર સુત્રોએ ઉમેર્યુ હતુ કે, નિવૃતિની વયમર્યાદા પણ ૫૮થી વધીને ૬૦ થશે. વાહન, શિક્ષણ, પ્રવાસ અને મેડિકલ ભથ્થા, કેન્દ્રના ધોરણે ૧૦-૨૦-૧૩નુ ઉચ્ચત્તર પગાર ધોરણ અંગે હકારાત્મક નિર્ણય જાહેર કરાશે.ચાય પે ચોપાલ' દ્વારા આમ આદમી સાથે સંવાદ રચ્યા બાદ હવે ભાજપમાંથી વડાપ્રધાનપદના ઉમેદવાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આમ આદમી સુધી સરકારી વહિવટ પહોંચાડનાર વર્ગ-૪, અને ૩ના કર્મચારીઓ સાથે સીધો સંવાદ રચશે. લોકસભાની ચૂંટણી જીતવા ભાજપ પક્ષ અને ભાજપ રાજ્ય સરકારના સંયોજનથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ વ્યુહ જાહેર કર્યા છે. હવે સરકારી વહિવટને સામાન્ય નાગરિકો સુધી પહોંચાડતા દેશભરના ચપરાશી એટલે વર્ગ-૪ના કર્મચારીઓ અને પટવારી સહિત વર્ગ-૩ના તલાટી, કારકૂન, શિક્ષણ, આરોગ્ય તંત્રના સેંકડો કર્મચારીઓ સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સીધો સંવાદ રચશે.
'ચાય પે ચોપાલ' પછી વર્ગ-૩/૪ના કર્મચારીઓ સાથે સંવાદનું આયોજન
રાજ્યોના કર્મચારી સંગઠનોના હોદ્દેદારો સાથે ૨૬મીએ
છેવડાના માણસ સુધી સરકારી યોજનાઓ, સત્તા અને સેવા પહોંચાડનાર પહેલા કર્મચારીના વિચારો જાણવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી ૨૬મી ફ્રેબુઆરીએ સંવાદ રચી શકે તેમ છે. તેમ જણાવતા મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર સુત્રોએ કહ્યુ હતુ કે, ગુજરાતના ૧૨ કર્મચારી મંડળોના સંઘો અને ૩૦૦થી વધુ મંડળોની રચાયેલી સંકલન સમિતિની માંગણીઓ સંદર્ભે ૨૬મી ફ્રેબુઆરીએ ગાંધીનગરમાં જાહેર કાર્યક્રમ યોજનાર છે. તેમાં દેશના અન્ય તમામ રાજ્યોના વિવિધ સંવર્ગના કર્મચારી સંગઠનોના હોદ્દેદારોને પણ આમંત્રિત કરાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ફિક્સવેતનદારો સહિત ૧૦ લાખ કર્મચારી અને પેન્શનરોની પડતર માંગણી સંદર્ભે મહત્વની જાહેરાત કરી શકે તેમ છે. તેના માટે મંત્રીસ્તરીય
સમિતિને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, લોકસભાની ચૂંટણીની જાહેરાત પુર્વે કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલની સાથે સાથે અન્ય રાજ્યોના કર્મચારીને પણ ગુજરાતના વહિવટનો પ્રભાવ સર્જી નવા પ્રકારની વોટબેંક તૈયાર કરવા ભાજપ સરકારનો હવે પછીના એક્શન પ્લાન ઉપર સૌની મીટ મંડાઈ છે.
ફિક્સ વેતન વધશે, વયમર્યાદા ૫૮ની ૬૦ થશે
ગાંધીનગરઃ કેન્દ્રની કોંગ્રેસની આગેવાની સરકારે મોંધવારી ભથ્થુ, સાતમા પગાર પંચની રચના, પ્રોવિડન્ડ ફંડ પર વ્યાજમાં વધારો જેવા અનેકવિધ સરકારી કર્મચારીઓના પ્રશ્નો ઉકેલ્યા. ચૂંટણી પુર્વે તેના અમલની જાહેરાતો કરી. ગુજરાતમાં પણ વર્ષોથી પાંચ ડઝન માંગણીઓ સાથે અસંખ્ય વખત આંદોલનો, સરકારનો વિરોધ કરનાર કર્મચારી સંકલન સમિતિની અસંખ્ય માંગણીઓનો નિકાલ કરવા સામાન્ય વહિવટ, નાણાં, આયોજન, આરોગ્ય, શિક્ષણ, પંચાયત જેવા વિભાગોના મંત્રી- સચિવોએ દોડધામ શરૃ કરી છે. ૨૬મીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી મોદી ફિક્સવેતનના દરોમાં વધારો કરી શકે તેમ છે. તેમ જણાવતા સત્તાવાર સુત્રોએ ઉમેર્યુ હતુ કે, નિવૃતિની વયમર્યાદા પણ ૫૮થી વધીને ૬૦ થશે. વાહન, શિક્ષણ, પ્રવાસ અને મેડિકલ ભથ્થા, કેન્દ્રના ધોરણે ૧૦-૨૦-૧૩નુ ઉચ્ચત્તર પગાર ધોરણ અંગે હકારાત્મક નિર્ણય જાહેર કરાશે.