Friday 14 February 2014

vidyasahayak suspend?

પ્રાથમિક શાળામાં સતત અનિયમિતતા બદલ ૬ વિદ્યા સહાયકોને પ્રાથમિક શિક્ષણ વિભાગે થોડા સમય પહેલા બરતરફ કરતા સન્નાટો વ્યાપી ગયો છે. રાજ્ય સરકારનો પગાર હજમ કરનારા કેટલાક વિદ્યા સહાયકો શાળાના સમય દરમિયાન સતત ગેરહાજર રહેતા હોવાનું પ્રાથમિક શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવ્યુ હતું.જેને ધ્યાનમા લઈને શિક્ષણ વિભાગે ૬ વિદ્યા સહાયકને બરતરફ કરતા શિક્ષણ જગતમાં હલચલ મચી જવા પામી છે.
આ અંગે સાંપડતી માહિતી અનુસાર, રાજ્ય સરકારનો પગાર લેતા હોવા છતા ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાના વિદ્યા સહાયકોને પ્રાથમિક શાળાના સમય દરમિયાન ગુટલી મારીને વધારે ધનઉપાર્જન કરવા માટે સ્વનિર્ભર શાળાઓમાં ભણાવતા પહોચી જતા હોવાનો લોકાભિમુખ દૈનિક ''સંદેશ ''માં એક નહિ અનેકવાર સ્ફોટક અને ધારદાર અહેવાલ સમયાતંરે પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો.પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર પ્રજાભુમિખ દૈનિક ''સંદેશ''ના વિદ્યા સહાયકોની પોતાની શાળામાં સતત ગેરહાજરીને લગતા અહેવાલો પ્રકાશિત થયા બાદ આખરે પ્રાથમિક શિક્ષણ વિભાગે હકારાત્મક નોંધ લઈને એકશન ઓરિયેન્ટેડ કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક શિક્ષણ વિભાગની આ કાર્યવાહીના ભાગરૃપે જ શાળામાં અનિમિતતા બદલ વિદ્યા સહાયકોને છ વિદ્યા સહાયકોને બરતરફ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.ઉલ્લેખનીય છેકે, પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વિદ્યા સહાયકો ખાનગી શાળામાં જતા હોવાથી પ્રાથમિક શાળાના શિક્ષણનુ ગુણવત્તાનુ સ્તર કથળતુ હતું.ગુણોત્સવના રિપોર્ટમાં પણ શાળામાં શિક્ષણના સ્તર કથળતુ હોવાનુ ઉજાગર થયુ હતું. સહાયક બરતરફ.