Sunday 2 March 2014

Apple !

ભારતમાં આઈફોન્સનું વેચાણ વધારવા માટે એપલ જોરદાર બાયબેક સ્કીમ તો લાવી જ છે પરંતુ, હવે કંપનીએ તેનાથી પણ ઉંચી એક ઓફર લોન્ચ કરી છે. બાય એન્ડ ટ્રાય નામની આ ઓફરમાં આપ એપલના કોઈપણ પ્રીમિયમ રીસેલર પાસેથી એક આઈફોન ખરીદી શકો છો. પરંતુ, જો આપને તે ફોન પસંદ ન પડે તો બે અઠવાડિયામાં તેને પાછો આપી પૈસા પરત મેળવી શકો છો.
ફોન ખરીદતી વખતે એપલ તમારી પાસેથી તેના પૂરા પૈસા વસૂલ કરશે. પરંતુ જો તમને ફોન પસંદ ન પડે તો તેને તમે 14 દિવસની અંદર પરત કરી શકો છો. કંપની રી-સ્ટોકિંગ ફીના નામ પર 1,000 રૂપિયા કાપી બાકીના પૈસા તમને ચેક દ્વારા પરત આપી દેશે.
જોકે, તેના માટે ફોનની તમામ એસેસરીઝ અને ફોન સાથે ડેમેજ, સ્ક્રેચ કે પછી ટેમ્પરિંગ ન થયા હોય તે જરૂરી છે. આ ડીલ માત્ર એપલના પ્રીમિયમ રીસેલર્સ મેપલ પર જ અવેલેબલ છે. આ ઉપરાંત રિલાયન્સ ડિજિટલ પર પણ આ ઓફર પ્રાપ્ત છે